CropSpy

  • Home
  • About
  • Features
  • Services
  • Pricing
  • Contact
Login
Our Journey

હવામાન આધારિત ક્રોપસ્પાય: ખેડૂત માટે એક સ્માર્ટ સહાયક

ખેતી એ માત્ર મહેનત અને અનુભવો પર નહીં, પરંતુ યોગ્ય સમયે લેવાયેલા નિર્ણયો પર પણ આધાર રાખે છે. પરંતુ સતત બદલાતા હવામાન અને રોગ-કિટકના ખતરા ખેડૂત માટે મોટી ચિંતાનું કારણ બને છે. ક્રોપસ્પાય એ આ સમસ્યાનો એક આધુનિક ઉકેલ છે.

ક્રોપસ્પાય કેવી રીતે મદદ કરે?

ક્રોપસ્પાય સેટેલાઈટ આધારિત હવામાન માહિતી અને જૈવિક માહિતીના આધારે તૈયાર કરાયેલા અલ્ગોરિધમ્સ ની મદદથી ખેડૂતને રોગ-કિટક અંગે આગાહી કરી સૂચનાઓ આપે છે.

જો તમારું ખેતર વારંવાર ચોક્કસ પાક માટે વપરાતું હોય, તો રોગ-કિટકની શક્યતા વધુ હોય છે. ક્રોપસ્પાય તમને તત્કાલ અને આગાહી સંદેશા મોકલે છે, જેથી તમે ખેતર પર નજર રાખી શકો. .

હવામાન અને જીવાત-રોગોના ડેટાના વિશ્લેષણ પર આધારીત પાંચ સ્તરવાળી સૂચનાઓ આપવામાં આવે છે, જેથી તમે સચોટ અને સમયસર નિર્ણય લઈ શકો. .

તમારું ખેતર વધુ સજાગ અને સાવચેત રહે અને જરૂરી તબક્કે જ પ્રતિકારાત્મક પગલા લઈ શકાય. .

ક્રોપસ્પાય કેટલી સચોટ છે?

ક્રોપસ્પાય હવામાન, રોગનું ઇનોક્યુલમ (સંક્રમણ સ્ત્રોત) અને પાક – આ ત્રણ તત્વોનું વિશ્લેષણ કરીને તમને જાણકારી આપે છે. હવામાન અનુકૂળ હોવા છતાં જો સંક્રમણ સ્ત્રોત હાજર ન હોય, તો રોગ-કિટક ન આવવાનું હોય. એટલે કે, ક્રોપસ્પાય spraying માટે તત્કાલ સલાહ આપતું પ્લેટફોર્મ નથી, પરંતુ રોગ-કિટકનો રિસ્ક વિઝ્યુઅલાઈઝ કરી, ખેતરમાં કઈ બાબત પર ધ્યાન આપવું જોઈએ તે માટેની મદદરૂપ સિસ્ટમ છે. .

ક્રોપસ્પાય કેવી રીતે વાપરવું?

અપ્લિકેશન અથવા વેબસાઈટ: તમે ક્રોપસ્પાયનું એપ્લિકેશન અથવા વેબસાઈટ પરથી માહિતી મેળવી શકો. .

સાપ્તાહિક સૂચનાઓ: તમારા ખેતર માટે જરૂરી મહત્ત્વની સૂચનાઓ ઇમેઇલ અથવા નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત થશે. .

ડિજિટલ ડાયરી: તમે તમારા ખેતર માટે રોજની નોંધો રાખી શકો, જે ભવિષ્યની યોજના માટે ખૂબ ઉપયોગી થશે. .

ક્રોપસ્પાયના ફાયદા?

૩૫+ પાક માટે રોગ અને કિટક વિશે આગાહી.

૩૦૦+ વિવિધ રોગ-કિટકો માટે આગોતરી સૂચનાઓ.

સરલ અને સમજી શકાય તેવી માહિતી.

અધિકૃત (CIB) કીટનાશક અને ફૂગનાશકની યાદી.

જો ખેતીને વધુ વૈજ્ઞાનિક પદ્ધતિથી સંચાલિત કરવું હોય, તો આજેજ ક્રોપસ્પાય અપનાવો!

જો તમને ક્રોપસ્પાયની માહિતી પસંદ આવી હોય અને તમે આ સેવા શરૂ કરવા ઇચ્છતા હો, તો 31 માર્ચ 2025 સુધીની વિશેષ છૂટનો લાભ લઈ 1 વર્ષની સભ્યપદ ફી માત્ર ₹375 (31 માર્ચ 2025 પછી ₹1250 પ્રતિ વર્ષ) ભરો અને તુરંત તમારી સેવા શરૂ કરો. નીચે આપેલ વોટ્સએપ બટન પર ક્લિક કરો, તમે એક QR કોડ મેળવશો, જે પર સુરક્ષિત ચુકવણી કરો. અથવા તમારા નજીકના ડીલર પાસેથી કાર્ડ મેળવો, જેમાં તમારો વિશેષ સીરિયલ નંબર હશે. તેને દાખલ કરીને નોંધણી કરો (Get Started બટન પર ક્લિક કરીને ફોર્મ ભરો) અને સેવા તુરંત શરૂ કરો.

"અનિશ્ચિતતાના અંધકારમાં અંદાજે ચાલવા કરતાં, યોગ્ય જાણકારીના પ્રકાશમાં યોગ્ય પગલાં ભરીએ!"

Send Whatsapp